Home » photogallery » kutchh » Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

ભુજથી ધોળાવીરા જતા માર્ગે રણમાં ભરાયેલા પાણી વચ્ચે આવેલો આ વિશાળ ડુંગર જાણે જમીન પર નહીં પરંતુ હવામાં સ્થાયી હોય તેવું આભાસ પ્રવાસીઓને કરાવે છે

  • 18

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    Dhairya Gajara, Kutch: પ્રવાસીઓને કચ્છમાં ભૌગોલિક સુંદરતાનો અનુભવ કરાવતા અનેક સ્થળો હજાર છે પરંતુ કચ્છના છેવાડાના ખડીર બેટમાં આવેલો ભંજડો ડુંગર લોકોને એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવે છે. ભુજથી ધોળાવીરા જતા માર્ગે રણમાં ભરાયેલા પાણી વચ્ચે આવેલો આ વિશાળ ડુંગર જાણે જમીન પર નહીં પરંતુ હવામાં સ્થાયી હોય તેવું આભાસ પ્રવાસીઓને કરાવે છે.

    MORE
    GALLERIES

  • 28

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    ભુજથી કાઢવાંઢ થઈને ધોળાવીરા જતા રસ્તે ધોળાવીરા પહેલા જ ડાબા હાથે આ વિશાળ ડુંગર દેખાય છે. ચોમાસા બાદ રણમાં ભરાતા પાણીના કારણે આ રણને જોતા સમુદ્રનો આભાસ થાય છે અને તેની વચ્ચે આવેલો આ એક ટાપુ જેવો દેખાતો ડુંગર છે ભંજડો ડુંગર જેને લોકો ભાંજડો ડુંગર પણ કહે છે.

    MORE
    GALLERIES

  • 38

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    કચ્છની ઉત્તરી દરિયાઈ સીમમાંથી આવતા પાણીના વહેણ અને ચોમાસાના વરસાદના કારણે ભંજડાની ચારેય બાજુ આ રણમાં પાણી ભરાઈ જાય છે અને ઉનાળા સુધી સુકાતું નથી.

    MORE
    GALLERIES

  • 48

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    રણમાં ભરાતા આ પાણી આ ડુંગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જાણે કે આ ડુંગર હવામાં લટકતો હોય અથવા પાણી પર તરતો હોય તેવું આભાસ થાય છે. રણમાં ભરાયેલા પાણીના કારણે જ અહીં પહોંચવું ખૂબ કઠિન બની જાય છે. જો કે, આ વિસ્તાર ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ નજીક હોતાં ભંજડા ડુંગર પર જવા બીએસએફ પાસેથી અનુમતિ મેળવવી પડે છે.

    MORE
    GALLERIES

  • 58

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    ભંજડો ડૂંગરનું નામ કઇ રીતે પડ્યું તેના વિશે એવી લોકવાયકા છે કે આ જૂના વખતમાં ડુંગર ઉપર ભાંજડો નામના યોગીએ તપશ્ચર્યા કરેલી હોવાથી આ ડુંગરને ભંજડો ડૂંગર કહેવામાં આવે છે. આ ડુંગર પર હર વર્ષે ભંજડા દાદાનો મેળો ભરાય છે અને ખડિર બેટના મહત્વના મેળાઓમાંથી એક છે. આ ડુંગર પર કરોડો વર્ષો જૂના ફોસિલ પણ સંશોધકોને મળી આવ્યા છે અને તે કારણે આ ડુંગર વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 68

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    આ ડુંગર બધી ઋતુમાં એક અલગ દૃશ્ય પ્રવાસીઓને આપે છે. ચોમાસામાં ડુંગરની ચારેય કોર રણમાં વરસાદના પાણી ભરાઈ જાય છે અને ડુંગર પર ઠેર ઠેર ઘાસ ફૂટી નીકળતા આ ડુંગર લીલી ચાદર ઓઢી લે છે.

    MORE
    GALLERIES

  • 78

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    ચોમાસા બાદ શિયાળામાં પાણી ઓછું થતાં સુરખાબ અને અન્ય યાયાવર પક્ષીઓ પણ અહીંના મહેમાન બને છે.

    MORE
    GALLERIES

  • 88

    Kutch: કચ્છ આવેલો છે ચમત્કારીક ડુંગર, સોંદર્ય એવું કે બે ઘડી બેસી રહેવાનું મન થાય: PHOTOS

    તો ઉનાળા સુધીમાં પાણી સુકાઈ જતા અહીં મીઠું જામી જાય છે જે આ ભંજડાની સુંદરતામાં સોનામાં સુગંધ ભેળવવા જેવું કામ કરે છે.

    MORE
    GALLERIES