મેહુલ સોલંકી, કચ્છઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતની (accident news Gujarat) ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા રહે છે. કચ્છ જિલ્લાના (kutch news) ગાંધીધામમાં આવો જ એક ગમખ્વાર (Gandhidham accident) અકસ્માત સર્જાયો હતો. અહીં છકડાની ઉપર ટ્રક (truck and chhakado accident) ફળી વળ્યો હતો. અને જેના પગલે છકડામાં સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અકસ્માતની એક કમકમાટી ભરી ઘટના મહીસાગર જિલ્લામાં પણ રવિવારના દિવસે બની હતી. સંતરામપુર પાસે (santrampur) ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર (st bus and bike accident) અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ (police) પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ સંભાઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.