hairya Gajara, Kutch: કચ્છનું સફેદ રણ વિશ્વના સૌથી વધુ આકર્ષક સ્થળોમાંથી એક બન્યું છે તેવું કહેવું અતિશયોક્તિ ન ગણાય. વિશ્વભરમાંથી પ્રવાસીઓ મીઠાના આ અફાટ રણની સુંદરતા નિહાળવા રણોત્સવ દરમિયાન સફેદ રણની મુલાકાત લેતા હોય છે અને પોતાની મુલાકાતની સુંદર યાદો ફોટા રૂપે સાથે લઈ જાય છે. સફેદ રણમાં ફોટા પડાવવાનો લોકોને એવો ચસ્કો લાગ્યો છે કે પોતના આકર્ષક ફોટા અને વિડિયો માટે લોકો એક હજારથી 45 હજાર સુધી ખર્ચી રહ્યા છે.