આ ગામના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા વિશે કમાન્ડન્ટ સંજય અવિનાશને જણાવવામાં આવ્યું હતું. રણ વિસ્તાર હોતાં ઉનાળામાં અહીંના સીમાડામાં પાણી સુકાઈ જાય છે તો રણની ખારાશથી પાણી પણ ખૂબ ખારું થઈ જાય છે. આ ગામોની જરૂરિયાત જાણી બટાલિયન દ્વારા ખાસ આર.ઓ. ફિલ્ટર અને પાણીની ટાંકીઓ આપવાનું નક્કી કરાયું હતું.