મેહુલ સોલંકી કચ્છ : ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધીનો કાયદો છે પરંતુ બુટલેગરોને તેની પરવાહ નથી. રાજ્યના ખૂણે ખૂણે દારૂ ઝડપાતા આ વાતનો પુરાવો મળે છે. દારૂબંધી હોવા છતાં રાજ્યની સરહદો વટાવીને છેક કચ્છ સુધી લાખો રૂપિયાનો દારૂ પહોંચી જાય છે. જોકે, પોલીસને બાતમી મળતા આવો જથ્થો ઝડપાઈ પણ જાય છે. કચ્છની અંજાર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ કટિંગ થઈ રહેલો 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.