મેહૂલ સોલંકી, કચ્છ : કચ્છમાં પોલીસની વિવિધ કામગીરીમાં વીરાંગના સ્ક્વૉડ ભુજ શહેરમાં અનેકવીધ કામગીરી કરી રહી છે. અલગ પ્રકારના કાયદાકીય કામો માટે તૈયાર કરવામાં આવેલી આ વીરાંગના સ્ક્વૉડે આજે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બૂટલેગરોએ ધોળાદિવસે દારૂની હેરફેરનો પ્લાન બનાવ્યો હતો જેને આ મહિલા પોલીસ કર્મચારીઓએ ચોપટ કરી નાખ્યો છે.
વીરાંગના એટલે જે મહિલાઓ પોલીસ વિભાગમાં કોઈ અલગ જ પ્રકારની અને એકલ્સકલૂઝિવ કામગીરી કરતી હોય તેને કહેવાય છે. આજે સવારના સમયે પશ્ચિમ ક્ચ્છ વીરાંગનાના ટીમ દ્વારા ભુજના અલગ અલગ વિસ્તારોમાં પોતાની કામગીરી કરાઈ રહી હતી ત્યારે લખુરાઈ ચાર રસ્તા પાસે માસ્કનું ચેકીંગ કરતી આ વીરાંગનાના ટીમે એક ટેમ્પો પસાર થતા તેને રોકવાની કોશિષ કરી અને ટેમ્પામાં બેઠેલા ચાલકને માસ્કનો નિયમ સમજાવી દંડ ફટકાર્યો હતો.