મેહુલ સોલંકી, ભુજઃ ગુજરાતમાં (Gujarat) વરસાદી માહોલ છવાયેલો છે અને ઠેકઠેકાણે વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે રસ્તાઓ ભીના થવાથી અકસ્માતની (accident) ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના કચ્છના (Kutch) રાપર (Rapar) નજીક ઘટની હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર (Jeet and ST bus accident) અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલહ વાહનો મારફતે સરકારી હોસ્પિટલ (Government hospital) લઈ જવાયા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીપમાં 30 મજૂરો સવાર હતા. જેમાંથી 25 જેટલા મજૂરોને રાપરની સરકારી દવાખાને 108 અને સેવાભાવી લોકોના વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી અમુક વ્યક્તિઓની હાલત નાજુક હોય તેવા અહેવાલો મળી રહ્યાં છે. આ પૈકી 15 જેટલા લોકોને વધુ સારવાર માટે રાપરથી ભુજ અને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.