Home » photogallery » kutchh » કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

ભુજ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝાપટા ભારે વરસાદની આગાહીને લઈને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. અબડાસા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

  • 16

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    મેહુલ સોલંકી, કચ્છ : હાવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ તમામ તાલુકામાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. કચ્છના અનેક તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અબડાસાના નલીયામાં માત્ર ચાર કલાકમાં સાડાસાત ઈંચ વરસાદ ખાબકતા નદી, નાળા, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તાલુકાના અનેક ગામમાં પાણી ફરી વળ્યા છે. ભુજમાં રાત્રી દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ (42 mm), લખપતમાં સવા ઇંચ વરસાદ(32 mm), મુન્દ્રામાં અડધો ઇંચ (16mm), સવારે 6 થી 8 માં માત્ર માંડવી માંજ 8 mm નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 26

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    કચ્છના અબડાસાના ભીમપર પાસેની નદીમાં ગાયો-ભેંસો તણાઈ હતી. નદીના પ્રવાહમાં 10 જેટલી ગાયો ભેંસો તણાઈ નદીને પાર કરવા જતા બન્યો બનાવ. જોકે, તણાયેલી ગાયો ભેંસોનો ચમત્કારિક બચાવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 36

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    વિગતે વરસાદની વાત કરીએ તો, છેલ્લા બે કલાકમાં માંડવીમાં મેઘો મુશળધાર 8 થી 10 દરમિયાન દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો, ભુજ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝાપટા ભારે વરસાદની આગાહીને લઈને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. અબડાસા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તાલુકામાં વરસાદ પડતા નલિયામાં માર્કેટોમાં પાણી ભરાયા. ખેડૂતોની ચિંતામાં વધારો પાક.માં પાણી ભરાતા મોટી નુકસાનીની ભીતિ. તાલુકાના નલિયા, કોઠારા, વાયોર, તેરા, બીટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે.

    MORE
    GALLERIES

  • 46

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    નખત્રાણાના મથલ પાસેની નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ છે. મધ્યમ સિંચાઇના મથલ ડેમની પૂરક નદીમાં આવ્યા ભારે પાણી. મુન્દ્રમાં મેઘો મુશળધાર છે. બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. મેઘાવી માહોલમાં અનેક જગ્યાએ માર્ગ ધોવાયો છે.

    MORE
    GALLERIES

  • 56

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    ભુજ તાલુકાની આહીરપટ્ટીના ગામોમાં વરસાદથી માર્ગ ધોવાયો, નાડાપા ગામને જોડતો માર્ગ ભારે વરસાદ ધોવાતા રસ્તો બંધ થઈ ગયો છે. નખત્રાણા માં ભારે વરસાદથી નદીઓ વહેતી હોવાના દ્રષ્યો જોવા મળ્યા. નખત્રાણા-ભુજ મેન રોડ પર નદી વહી રહી છે. જ્યાં જુવો ત્યાં પાણીજ પાણી.

    MORE
    GALLERIES

  • 66

    કચ્છમાં મેઘતાંડવ: નલીયામાં 4 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો, ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ

    ભુજ તાલુકા નાડાપા વિસ્તારમાં ભારે વરસાદ વરસાદથી નદીઓના પાણી ખેતરોમાં ઘૂસ્યા. ખેતરો તળાવમાં ફેરવાયાતા પાકને ભારે નુકશાની. ભુજ તાલુકાના જવાહરનગરનો ડેમ ઓવરફ્લો થયોછે. જવાહરનગરનો ઝુરણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. લખપતના નરા વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ મગ, તલ, એરંડા, મગફળી, કપાસ અને ગુવાર સહિતના પાકોનું કર્યું છે વાવેતર. જે ભારે વરસાદથી નુકસાની થવાના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

    MORE
    GALLERIES