કચ્છ: જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવે છ તેમ તેમ પક્ષોનાં નાના મોટા ખેલ પ્રજા સામે આવતા જાય છે. આવું જ કાંઇ કચ્છમાં થયું છે. ચૂંટણી પહેલા આપને વધુ એક ઝટકો લાગ્યો છે. કચ્છના અબાડાસામાં આપના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને સમર્થન આપ્યું છે. પહેલા વસંત ખેતાણી નાટ્યાત્મક રીતે ગાયબ થઇ ગયા હતા. જે બાદ તેમણે ભાજપનાં ઉમેદવારને સમર્થન આપતો વીડિયો જાહેર કર્યો હતો.