ટેન્ટ સિટીમાં પેરામોટરિંગ એક્ટિવિટી તો છેલ્લા થોડા વર્ષોથી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રવાસીને એક ગાડીમાં બેસાડી તેને હવામાં ઉડાડતા પ્રવાસીઓ સફેદ રણનો આકાશી નજારો માણી શકે છે. જો કે, વધારે એડવેન્ચરનો શોખ ન ધરાવતા અને સફેદ રણનો આકાશી નજારો માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આ વર્ષે ખાસ હોટ એર બલૂનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.