આ મહેલની ડિઝાઇન કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ દ્વારા ઇટાલિયન ગોથિક શૈલીમાં કરવામાં આવી છે. આ મહેલના બાંધકામ માટે પણ ઇટાલીથી કારીગરો બોલાવવામાં આવ્યાં હતાં. તે સમયે કારીગરોને સોનાના સિક્કામાં મહેનતાણું આપવામાં આવ્યું હતું. સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં સામેલ હતા. (ફોટો ક્રેડિટઃ વિરેન્દ્રસિંહ પરમાર, @wildlife_with_viren)
વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં કચ્છમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે પ્રાગ મહેલને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. તેટલું જ નહીં, વર્ષ 2006માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો. ચોરો તેમાંથી પ્રાચીન કલાકૃતિઓ લઈને ફરાર થઈ ગયા હતા અને મહેલમાં ઘણી તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. (ફોટો ક્રેડિટઃ સત્યવિજયસિંહ ચુડાસમા, @solothinker_10)
પ્રાગ મહેલની મુલાકાત લેવા માટે સવારે 9.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે. આ ઉપરાંત આ સ્થળ ભુજ રેલવે સ્ટેશનેથી 2.6 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે ભુજના બસ ડેપોથી 1.3 કિલોમીટર દૂર આવેલું છે. તેથી ખૂબ જ સરળતાથી અહીં પહોંચી શકાય છે. (ફોટો ક્રેડિટઃ વિરેન્દ્રસિંહ પરમાર, @wildlife_with_viren)