Home » photogallery » kutchh » કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

Chhatardi: આ વખતે કચ્છમાં પહોંચ્યા છીએ ઐતિહાસિક વિરાસત સમી‘છતરડી’ નામની જગ્યાએ. તો આવો જાણીએ તેનો અભૂતપૂર્વ ઇતિહાસ, તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે.

विज्ञापन

  • 18

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    ભૂજમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ત્યારે એવા જ એક સ્થળ વિષે વાત કરીએ જે ‘છતરડી’ તરીકે ઓળખાય છે. મૂળ કચ્છ શબ્દ ‘છતરડી’નો અર્થ થાય છે ‘છત્રી’. આ સ્થળે કચ્છના રાજવી પરિવારની સમાધિ આવેલી છે. તેથી રાજવી પરિવાર માટે પણ આ ગૌરવાન્તિત કરતું સ્થળ છે.

    MORE
    GALLERIES

  • 28

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    વર્ષ 1770માં શાહી પરિવારની સમાધિને ગૌરવ અપાવવા માટે ‘છતરડી’ બનાવવામાં આવી હતી. આ સ્થળની મધ્યમાં મુખ્ય ઘુમ્મટની નીચેના ભાગમાં કચ્છના મહારાવ લખપતજીનો ઘોડેસવાર પાળિયો મૂકવામાં આવ્યો છે અને તેની બંને તરફ લાઇનસર તેમની પ્રેયસીના પાળિયા કતારમાં ગોઠવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    આ સિવાય છતરડી સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અહીં દશાવતાર, સરસ્વતી, ગોપીવસ્ત્રાહરણ, કાલીદમન, ખાખી બાવા અને ફિરંગી જેવા શિલ્પો પથ્થરમાંથી કંડારીને બનાવવામાં આવ્યા છે. જે કલા-કારીગરીનો ઉત્તમ નમૂનો છે.

    MORE
    GALLERIES

  • 48

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    આ સિવાય અહીં સ્તંભ પર વાઘધારિણી અને નાયિકાઓની મોટા કદની પૂતળીઓ સહિત છડીદાર શિલ્પ ગોઠવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 58

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    આ છતરડી પાછળની મૂળ ઘટના વિશે વાત કરીએ તો વર્ષ 1761માં મહારાજાધિરાજ મિર્ઝા મહારાવ લખપતજીનો સ્વર્ગવાસ થયો હતો અને તેમની પાછળ તેમને પ્રેમ કરતી પંદર શાહી નૃત્યાંગનાઓ સતી થઈ હતી. તેમની યાદમાં કચ્છના રાવ રાયધણજીએ વિશાળ છત્રી બંધાવી જે ‘લખપતજીની છતરડી’ તરીકે ઓળખવામાં આવી.

    MORE
    GALLERIES

  • 68

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    આ છતરડીમાં રાવ લખપતજી, રાવ રાયધણજી બીજા, રાવ દેસરજી અને રાવ પ્રાગમલજીની સમાધિ આવેલી છે. આ ઉપરાંત રાવ પ્રાગમલજીનાં કુંવરી અને કચ્છનાં રાણી ફૂલજીબાની સમાધિ પણ અહીં આવેલી છે.

    MORE
    GALLERIES

  • 78

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે છતરડીમાં મોટાપાયે નુકસાન થયું હતું. તેથી ઘણીખરી જગ્યાઓ અહીં ખંડેર હાલતમાં પણ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 88

    કચ્છની આ જગ્યાએ આવેલી છે રાજવી પરિવારોની સમાધિ, વાંચો ઐતિહાસિક વિરાસતની કહાણી

    કેવી રીતે પહોંચી શકાય? - છતરડી ભુજમાં આવેલી છે અને પ્રખ્યાત હમીરસર તળાવની દક્ષિણ-પશ્ચિમે 20 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલી છે. રેલવે સ્ટેશનથી વાત કરીએ તો અંદાજે 5 કિલોમીટર અને ભૂજના બસ ડેપોથી માત્ર 700 મીટરના અંતરે આવેલી છે.

    MORE
    GALLERIES