Home » photogallery » kutchh » Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

કચ્છમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે મંગળવારે સવારથી સમગ્ર કચ્છમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. આ વચ્ચે માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં 31 લોકોને રેસ્ક્યૂ કરવામમાં આવ્યાં હતા.

विज्ञापन

  • 15

    Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

    Dhairya Gajara, Kutch: છેલ્લા એક અઠવાડિયાની અંદર કચ્છમાં મેઘરાજા (Kutch Monsoon) મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં આ વરસાદ આશીર્વાદરૂપ હોય છે પણ સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે હવે મેઘતાંડવથી લોકો પરેશાન થઈ રહ્યા છે. મંગળવારે કચ્છના દરેક તાલુકાઓમાં સારી માત્રામાં વરસાદ (Kutch Rain) જોવા મળ્યો હતો. તો હજુ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં કેન્દ્રીય હવામાન વિભાગે (Meteorological Department) રેડ એલર્ટ જાહેર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

    સોમવારે મોડી રાતથી જ જિલ્લા મથક ભુજ સહિત કચ્છના અનેક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મંગળવારે સવારે 6 વાગ્યાથી ફરી પાછું પૂર્વ કચ્છ તેમજ પશ્ચિમ કચ્છના અમુક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી. તો બપોરે 2 વાગ્યા સુધીમાં પૂર્વ કચ્છના અંજારમાં 201 મી.મી. (8 ઇંચ), ભુજમાં 170 મી.મી. (7 ઇંચ), ગાંધીધામમાં 161 મી.મી., નખત્રાણામાં 102, અબડાસામાં 70, માંડવીમાં 69, મુન્દ્રામાં 42, લખપતમાં 12 અને ભચાઉમાં 11 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ રાપરમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લેતા તાલુકો સુકો રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

    આ સમગ્ર સીઝનમાં વરસાદના આંકડાની વાત કરીએ તો જિલ્લામથક ભુજમાં 504 મિલીમીટર, માંડવીમાં 646 મી.મી., મુંદ્રામાં 695 મી.મી., અબડાસામાં 465, નખત્રાણામાં 502 અને લખપતમાં 556 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ કચ્છમાં પણ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મહેર વરસાવતા અંજારમાં 383, ગાંધીધામમાં 309, ભચાઉમાં 91 મી.મી. અને રાપરમાં 100 મી.મી. વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

    અતિભારે વરસાદના કારણે માંડવી તાલુકાનું વિજય સાગર ડેમ પણ આજે મંગળવારે સવારે ઓવરફ્લો થયું હતું. મધ્યમ સિંચાઇનું માંડવી તાલુકાના વધુ એક ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી આવી હતી. પણ બીજી તરફ રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા વરસાદના કારણે આસપાસના અનેક ગામો માટે એલર્ટ હાજર કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Kutch: કચ્છમાં મેઘતાંડવ: ડેમ ઓવરફ્લો થતાં NRDF દ્વારા 31 લોકોને રેસ્ક્યૂ કરાયા

    જોકે, ડેમ ઓવરફ્લો થતાં કચ્છ તેનું પાણી માંડવી શહેરના જત નગર વિસ્તારમાં ઘૂસી ગયું હતું. વિસ્તારમાં ડેમના પાણીના કારણે નદીઓ વહી નીકળી હતી ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા ચાર દિવસથી માંડવી ખાતે મૂકવામાં આવેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ દ્વારા જત નગરમાંથી 31 લોકોને રેસ્ક્યૂ કરી સલામત ખસેડવામાં આવ્યું હતું. તો રેસ્ક્યૂ કર્યા ઉપરાંત NDRF દ્વારા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES