ગાંધીધામ. દેશમાં કોરોના વાયરસ (Coronavirus) અને ઓક્સિજન સંકટ (Oxygen Shortage)ની વચ્ચે, સિલિન્ડર ઉત્પાદન યૂનિટ (Cylinder Production Units) મિસમેનેજમેન્ટનો શિકાર થઈ ગયા હતા. કોરોના દર્દીઓને (Corona Patients) ઓક્સિજનની ખૂબ જરૂરી ઊભી થતાં કેન્દ્ર સરકારે નોન મેડિકલ ઇન્ડસ્ટ્રીને ઓક્સિજનની ખપત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેની સૌથી ગંભીર અસર ગાંધીધામ (Gandhidham)માં ઓક્સિજન સિલિન્ડર મેન્યુફેક્ચરિંગના સૌથી મોટા યૂનિટ્સ (Oxygen Cylinder Manufacturing Units) પર પડી હતી. આ યૂનિટ્સને સરકારે 25 એપ્રિલે લગાવવામાં આવેલા પ્રતિબંધમાં સામેલ કર્યા હતા. જેના કારણે ગાંધીધામમાં સિલિન્ડર બનાવવાના બે યૂનિટમાં પ્રોડક્શન પાંચેય દિવસ બંધ રહેતા લાખો સિલિન્ડરના ઓર્ડર અટવાઈ ગયા હતા. પરંતુ સરકારના નવા આદેશ બાદ આ યૂનિટોને લિક્વિડ ઓક્સિજન મળતાં હવે બંને યૂનિટમાં સિલિન્ડરનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે.
ગાંધીધામના સ્પેશલ ઇકોનોમી ઝોન (Gandhidham SEZ)માં રામા સિલિન્ડર પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ કન્ટો સિલિન્ડર લિમિટેડ ભારતમાં સિલિન્ડરનું પ્રોડક્શન કરતી સૌથી મોટી કંપનીઓ છે. કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે આ બંને કંપનીઓ ખાતે નવા સિલિન્ડરનું પ્રોડક્શન બિલકુલ ઠપ પડી ગયું હતું. પરંતુ પાંચ દિવસ કામ બંધ રહ્યા બાદ સિલિન્ડર પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.
ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી (Gandhidham Chamber of Commerce and Industry)ના પ્રમુખ અનિલકુમાર જૈન (Anil Kumar Jain)એ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ગાંધીધામના એક્સઓર્ટ ઓરિએન્ટેડ બે યુનિટ જે ઓક્સિજ સિલિન્ડર બનાવે છે અને કોરોનાની આ મહામારીમાં સિલિન્ડરની ખૂબ જ વધારે ડિમાન્ડ છે. આ બંને યૂનિટ પાસે લાખ-લાખ સિલિન્ડરની ડિમાન્ડ બુક થયેલી છે. પરંતુ બંને યુનિટને લિક્વિડ ઓક્સિજન સપ્લાય બંધ થતા ચાર-પાંચ દિવસ યુનિટ બંધ થઈ ગયા હતા. જેના કારણે પેન્ડિંગ ઓર્ડરના કારણે લોકોમાં અધરાતફરી મચી ગઈ હતી. લાખો સિલિન્ડરની ડિમાન્ડની સામે પ્રોડક્શન રોકાઈ જતાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ હતી.
અનિલકુમાર જૈને વધુમાં જણાવ્યું કે, સરકારી આદેશ અનુસાર સિલિન્ડરનું નિર્માણ કરતી કંપનીઓને લિક્વિડ ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો જેના કારણે પ્રોડક્શન બંધ થયું હતું. હવે સરકારે ગુજરાત બહારથી પણ લિક્વિડ ઓક્સિજન પૂરો પાડતા અને અન્ય સોર્સથી પણ લિક્વિડ ઓક્સિજન મળતાં બંને યૂનિટમાં સિલિન્ડર બનાવવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે.
રામા સિલિન્ડર પ્રાઇવેટ લિમિટેડ (Rama Cylinders Pvt. Ltd.)જણાવ્યું કે, તેમની ઉત્પાદન ક્ષમતા મહિને 50 હજાર સિલિન્ડર સુધીની છે. પરંતુ આ ઓક્સિજન ન મળતાં કામ અટકી ગયું હતું. યૂનિટના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર, અમિત રામસિંઘાનીએ કહ્યું હતું કે, અમને બે સિલિન્ડર પ્લાન ચલાવવા માટે રોજ 3 MT ઓક્સિજનની જરૂર પડે છે. થોડા દિવસ પ્લાન્ટ બંધ રહેવાથી અનેક ઓર્ડર અટવાઈ ગયા છે.
ગાંધીધામ SEZના સૌથી મોટા સિલેન્ડર નિર્માતા, એવરેસ્ટ કન્ટો સિલિન્ડર લિમિટેડ (Everest Kanto Cylinder Ltd.)ના માર્કેટિંગ મેનેજર સારંગ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની કંપનીની પ્રોડક્શન કેપિસિટી દર મહિને 35,000 સિલિન્ડરની છે, પરંતુ લિક્વિડ ઓક્સિજનની સપ્લાય થોડા દિવસ બંધ થતાં પ્રોડક્શન પર માઠી અસર પડી છે.