Dhairya Gajara, Kutch: સ્વાતંત્ર્ય પર્વ અને ગણતંત્ર પર્વ પર દેશમાં એક અનેરી રોનક હોય છે અને આ રોનકમાં ભંગ પાડવા કોઈ દેશવિરોધી કારસો ન રચાય તે માટે દેશ હરની વિવિધ સરહદો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આગામી 26મી જાન્યુઆરી પહેલા પણ બીએસએફ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના બાડમેરની ભારત પાકિસ્તાન સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એક ખાસ ઓપ્સ એલર્ટ અભ્યાસ પણ યોજવામાં આવશે.