Dhairya Gajara, Kutch: ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તરીકે ચોવીસે કલાક ખડેપગે તૈનાત રહી દેશની સુરક્ષા કરતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સીમાની રખવાળી સાથે સરહદી વિસ્તારમાં આવતા ગામોમાં સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. આવા જ સેવાકીય કાર્યોને આગળ ધપાવતા બીએસએફ દ્વારા કચ્છમાં બે અલગ અલગ સિવિક એક્શન પ્રોગ્રામમાં છ ગામોને રૂ. પાંચ લાખથી વધારેની જરૂરી સામગ્રી આપવામાં આવી હતી.