Dhairya Gajara, Kutch: શિયાળો શરૂ થાય એટલે લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા વહેલી સવારે વોકિંગ કરતા નજરે પડે છે. ભુજ શહેરના વોક વે પર પણ લોકો માત્ર શિયાળામાં નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન અહીં વોકીંગ કરવા તો આવે જ છે પરંતુ સાંજે પોતાના મિત્રો તેમજ પરિવાર સાથે અહીં રેયાણ કરી હળવાશની પળો માણે છે.