કચ્છ જિલ્લામાં આવેલા ભચાઉના લાકડીયા નજીક ટ્રેલરે ટક્કર મારતા જૈન સાધ્વીનું મોત નીપજ્યું હતું. સાધ્વીને ટક્કર માર્યા બાદ ટ્રેલર મુકીને ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અને સાધ્વીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ અકસ્માતમાં સાધ્વીના મોત બાદ સ્થાનિક જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે ટ્રેલરના નંબરના આધારે પોલીસે ચાલકને સોધવાની તજવીજ હાથધરી હતી. (મેહુલ સોલંકી, કચ્છ)