સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (SurdendraNagar) જીલ્લામાં હત્યા, મારામારી, લૂટ, ફાયરીંગ, જુથ અથડામણ જેવા ઘટનાઓ સામાન્ય બની છે ને પોલીસ સબ સલામતના દાવાઓ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા (Narichana Village)) ગામે દશરથભાઇ કાળુભાઇ ઠાકોર (Dashrath Thakor) નામના એક યુવકને એક યુવતી સાથે આડા સંબંધ હોઇ મોબાઇલમાં વાત કરતા હોવાનો વહેમ રાખી ત્રણ આરોપીઓએ કડી વાળી લાકડીઓ અને હથોડાથી હુમલો કરી રામ (Murder) રમાડી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે આડા સંબંધોની આશંકામાં આ યુવકને બોલાવી અને તેને કડી વાળી લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવક દશરથને ગંભીર ઈજાઓ થઈ હતી. દરમિયાન તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવી શરૂ કરવામાં આવી છે અને અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
મરનાર દશરથના ભાઇની દશરથને ઘરથી અપરહણ કરી લઇ જવાની અને લાકડી અને હથોડાથી હુમલો કરી મર્ડર કરવાની ફરીયાદ નોંધી અને આરોપીઓ (1) સુરેશ વિહાભાઇ (2) લાલાભાઇ વિહાભાઇ (3) વિક્રમ રામાભાઇ ભરવાડને ઝડપવા જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓ સુધી પોહોચવા ચક્રો ગતિમાન કરેલ છે. પરંતુ નાના એવા ગામમાં હાલ ટેકનોલોજીના યુગમાં એક યુવતી સાથે મોબાઈલમાં વાતો કરવી ભારે પડી હતી અને પોતાનો જીવ ખાવાનો વારો આવ્યો હતો.
યુવકને યુવતી સાથે આડા સંબંધો છે અને મોબાઇલમાં વાતો કરે છે તેવો લહેમ રાખી આરોપીઓ યુવકને ઢોરમાર મારી રામ રમાડી દેતા હાલ તો તેઓ પણ હવે જેલની હવા ખાવાનો વારો આવશે. પરંતુ કહેવાય છે ને આડા સંબધોનો બુરો અંજામ જ આવતો હોઇ છે. તેમ યુવકને યુવતી સાથે સંબધ રાખવામાં મોત મળ્યુ તો યુવતીના પરિવારજનોએ હવે જેલના સળીયા ગણવા પડશે. પરંતુ હવે પોલીસ આરોપીઓને ક્યારે ઝડપે છે ને આરોપીઓ શુ કબુલાત આપે છે તેમજ કાયદો આરોપીઓને એક યુવકની હત્યા માટે શુ સજા આપે છે તે જોવુ રહ્યુ.