Home » photogallery » kutchh-saurastra » સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

લખતર વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 14

    સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : લખતર અને વઢવાણ ગામ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ રસ્તા પર બાજુમાં ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત નીજજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. ગંભીર ઇજાગ્રસ્તને લખતર 108ના પાયલોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઇ.એમ.ટી મુજપરા દ્વારા તાત્કાલિક ગાંધી હોસ્પિટલ ખસેડાયો છે. લખતર વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 24

    સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

    લખતર અને વઢવાણ ગામ વચ્ચે પંચર પડેલા ડમ્પર ઉભો હતો. જેથી પંચર કરવા માટે એક વ્યક્તિ જેક મારી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ડમ્પર ઘુસી જતા ડ્રાઇવર ઘણી જ ખરાબ રીતે ફસાયો હતો. લખતર વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાનું રાહતની કામગીરી કરી હતી. આ અક્સમાત દરમિયાન પંચર પડેલા ટ્રકને જેક મારતો વ્યક્તિ- ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    MORE
    GALLERIES

  • 34

    સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

    આ ગોઝારા અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 44

    સુરેન્દ્રનગર: ડમ્પરની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

    બુધવારે વઢવાણ તાલુકામાં અન્ય એક અકસ્માત સર્જાયો હતો. જેમા વાઘેલા ગામમાં ગણપતભાઈ રામજીભાઈ ગોસ્વામીનો દીકરો 20 વર્ષનો અમીત વઢવાણ જીઆઈડીસીમાં આવેલા સુપર સેલોટેપ કારખાનામાં મજુરી કામ કરે છે. આથી નિત્યક્રમ મુજબ વાઘેલા ગામથી તે બાઇક લઇને બુધવારે કારખાને આવતો હતો. આ દરમિયાન અડધો કિમી દૂર વઢવાણ રોડ પર સફેદ કલરની કારનો ચાલક બાઇકને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. જ્યારે આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમીત ગણપતભાઈ ગોસ્વામીને 108 દ્વારા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે અમીતને મૃત જાહેર કર્યા હતો.

    MORE
    GALLERIES