

રાજકોટ-અમદાવાદા નેશનલ હાઇવે ઉપર અકસ્માતમાં વઢવાણના એક જ પરિવારના છ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજે રવિવારે સવારે એક સાથે છ અરથી ઉઠી હતી. જેના પગલે સમગ્ર વઢવાણમાં શોકની લાગણી ફેલાઇ હતી. (રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર)


એક સાથે છ અંતિમયાત્રા નીકળતા આખું ગામ શોકમય હતું. રવિવારે સવારે એક સાથે છ વ્યકિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.


ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો બે લોકોને ગંભીર ઇજા પણ પહોંચી હતી.


અકસ્માત બાદ તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે.અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યાં હતા.


પ્રાથમિક વિગત પ્રમાણે ચોટીલા નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વઢવાણના દરજી પરિવારના 3 બાળક સહિત કુલ 6નાં મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકોમાં 3 બાળકો, બે મહિલા, 1 પુરુષનો સમાવેશ થાય છે.


તો મૃત્ય પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા. જેમાં પતિ, પત્ની, માતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, આ પરિવાર વઢવાણનો હોવાનું બહાર આવ્યું છે. તો અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.