લીંબડી : પ્રેમિકાએ આત્મહત્યા કરી કે પ્રેમીએ કરી હત્યા? પોલીસ માટે મોટો કોયડો, મોબાઇલમાં રહસ્ય કેદ
ગુરૂવારે લીંબડીની હોટલમાં ખેલાયો હતો ખૂની ખેલ, પ્રેમી યુગલ રોકાયાની થોડી વારમાં જ પ્રેમી લોહીલુહાણ હાલતમાં બહાર આવ્યો હતો અને રટણ કર્યુ હતુ કે 'મને જીવવું છે'


રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : લીંબડીની હોટલ યોગીમાંથી ગઈકાલે એક પ્રેમી ગળુ કપાયેલી હાલતમાં બહાર નીકળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીકળેલા આ યુવક સાથે એક યુવતી પણ હતી અને તેઓ હોટલમાં રૂમ બુક કરીને રોકાયા હતા. ગરેથી લગ્ન કરવા નીકળેલા યુગલ સાથે અચનાક એવું તો શું બન્યું કે તેનો અંજામ લોહિયાળ આવ્યો. આ ઘટના સંમગ્ર પંથકમાં ટૉક ઑફ ધી ટાઉન બની હતી. દરમિયાન આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. યુવકે પોતાને જીવવાની ઇચ્છા હોવાનું જણાવ્યું હતું અને યુવતીએ તેને છરી મારી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે.


જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ યુવતીના મોબાઇલમાં રૂમનો ઘટનાક્રમ શૂટ થયો હોવાની પોલીસને આશંકા છે. દરમિયાન જે હોટલમાં પ્રેમી અને પ્રેમિકા રોકાયા હતા તેના સીસીટીવી સામે આવ્યા છે.


દરમિયાન જે હોટલ યોગીમાં આ ઘટના ઘટી હતી તેમાં હત્યાનું કારણ તો અકબંધ જ છે પરંતુ હોટલના રેકોર્ડમાં યુવતીનું નામ નફિસાના બદલે નવ્યાબા લખાવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકની સ્વરપેટી ગંભીર રીતે ઘવાયી હોવાથી તે બોલી શકે તેમ નથી. ત્યારે સમગ્ર ઘટનાનું રહસ્ય યુવકના નિવેદન પર વિટળાયેલું છે.


બનાવની વિગત એવી છે કે ઘરેથી લગ્ન કરવા માટે ભાગેલા યુવક-યુવતી સુરેન્દ્ર જિલ્લાના લીમડીની હોટલ યોગીમાં રોકાયા હતા. રૂમમાં ગયાના 15 મિનિટમાં યુવક લોહિયાળ હાલતાં બહાર નીકળ્યો હતો. હોટલના રૂમમાંથી પ્રેમિકાની કરપીણ હત્યા કરાયેલી લાશ હતી જેમાં તેના શરીર પર અસંખ્ય ચાકૂના નિશાન હતા અને લોહીલુહાણ હાલતમાં હતી.


દરમિયાન તપાસઅધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે યુવાનના ગળામાં જે છરીનો ઉંડો ઘા છે તે જાતે મારેલો હોય તેવું જણાતું નથી. પ્રાથમિક તપાસમાં યુવતીએ યુવક પર હુમલો કર્યો હોય એવું જણાઈ રહ્યુ છે જોકે, યુવાનના નિવેદન બાદ જ સાચી હકીકત બહાર આવશે.


પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત યુવક દિવ્યરાજસિંહ બળદેવસિંહ ઝાલા ચુડા તાલુકાના કથારિયા ગામનો રહેવાસી હોવાનું અને મૃત યુવતી નફીસા સાયરાબાનું શેખ રહેવાસી ધોળકાની હોવાની વિગત ખુલી હતી. દિવ્યરાજ અને નફીસા બંને એકબીજાને પ્રેમમાં હોવાથી લગ્નના ઈરાદે ઘરેથી ભાગ્યા હતા.