રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ આત્મહત્યાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પોલીસ કર્મચારીઓ પણ આપઘાત કરતા હોવાની ઘટનાઓ થોડા અંતેર પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક વધુ ઘટના સુરેન્દ્રનગરના ચોટીલમાં બની હતી. અહીં એક હેડ કોન્સ્ટેબલે ચોટીલા પોલીસ સ્ટેશનના ધાબા ઉપર જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.