Home » photogallery » kutchh-saurastra » Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મારુત યજ્ઞ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવ્યો હતો.

  • 16

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસ (coroanvirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ગરીબ માણસોથી લઈને હોલિવૂડ સ્ટાર્સ (hollywood stars), રાજકીય નેતાઓ પણ કોરોના વાયરસથી અળગા રહી શક્યા નથી. ત્યારે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ (Amit shah) પણ કોરોના પોઝિટિવ (corona positive) છે. તેઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમિત શાહ માટે ચાહકો ભગવાનને દુઆ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુરમાં (Salangpur temple) મારુતિ યજ્ઞ (Maruti yagna) યોજાયો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    મળતી માહિતી પ્રમાણે સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મારુત યજ્ઞ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવ્યો હતો. અમિત શાહને કોરોના વાયરસમાંથી ઝડપથી સાજા થઈ જાય તે માટે મારુતિ યજ્ઞ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    વધુ માહિતી પ્રમામે મંદિરના કોઠારી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મંદિરના કોઠારી સહિતના મંદિરના સ્વામીઓ પણ યજ્ઞમાં જોડાયા હતા.

    MORE
    GALLERIES

  • 46

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    ઉલ્લેખનીય છે કે ગત 2 ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી હતી.

    MORE
    GALLERIES

  • 56

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે, પરંતુ ડોક્ટરની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.

    MORE
    GALLERIES

  • 66

    Photos: અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુર મંદિરમાં કરાયો મારુતિ યજ્ઞ

    તેમણે ટ્વીટમાં લોકોને અપીલ કરી છે કે, થોડા દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો તકેદારી માટે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

    MORE
    GALLERIES