

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ભડવાણા ગામ પાસે લીમડી બ્રાન્ચમાંથી નીકળતી કેનાલમાં 15 ફૂટનું ગાબડુ પડ્યું છે. જેના કારણે તેની આસપાસનાં ખેતરોમાં પાણી ભરાય જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ મહેનત કરીને વાવેલા પાકમાં પાણી ભરાઇ જવાના કારણે વાવેલા બિયારણ સડી જવાની ભિતી સતાવી રહી છે.


સુરેન્દ્રનગરમાં ભડવાણા પાસે લીમડી બ્રાન્ચમાંથી નીકળતી એલ.ડી 3 કેનાલ 6માં 15 ફૂટનું ગાબડુ પડ્યું છે. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ખેતરોની હાલત સરોવર જેવી દેખાઇ રહી છે.


નર્મદાની કેનાલ અને બ્રાન્ચ કેનાલમાં પણ અવારનવાર ગાબડા પડે છે. ત્યારે આજે લખતર તાલુકાનાં ભડવાણા ગામ પાસે આવેલ ખોડીયારમાંના મંદિર પાસે મુંજસર પાસે કેનાલમાં ગાબડું પડતા વાવેતર કરેલ ખેતરોમાં પાણી ભરાઇ ગયા


વાવેલ બિયારણ બળી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ અંગે ખેડૂતોએ નર્મદા વિભાગ તંત્રને જાણ કરવામાં આવી છે.


નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ ખારાઘોડા ગામ પાસે જરવલા અને હરીપર ગામની વચ્ચે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં જીરાના પાકના ખેતરોમાં જળબંબાકાર સર્જાયો હતો. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નર્મદાના અધિકારીઓ રાત્રિના તુટેલ કેનાલ અંગેની જાણકારી આપી આવ્યા ત્યારે અધિકારીઓ સવારે દોડી આવ્યા હતા. અધીકારીઓ આવ્યા ત્યારે અસંખ્ય ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.