

અંકિત પોપટ, રાજકોટ : ગુરુવારની સાંજે આરબીઆઇ (Reserve Bank of India)એ જાહેરાત કરી હતી કે યસ બેંક (Yes Bank Account Holder)ના ખાતાધારકો પોતાના ખાતામાંથી 50,000 રૂપિયા (Cash Withdrawal) જેટલી જ રકમ ઉપાડી શકશે. આરબીઆઇની જાહેરાત બાદ રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર યસ બેન્કના એટીએમ (Yes Bank ATM) સેન્ટર બહાર ખાતાધારકોની (Yes Bank Account Holder)લાંબી કતારો જોવા મળી હતી. આ જ પ્રકારની લાંબી કતારો શુક્રવારે રાજકોટ (Rajkot)માં જોવા મળી રહી છે. જે રીતે આરબીઆઇ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી લોકોમાં રોષ ફેલાયો છે.


લોકોએ સરકાર, આરબીઆઈ અને બેન્કિંગ સિસ્ટમ વિરૂદ્ધ પોતોના રોષ ઠાલવ્યો હતો. લોકો સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે એક તરફથી સરકાર દ્વારા ઈન્ડિયાને ડિજિટલ બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકારે રોકડ વ્યવહાર કરતા ડિજિટલ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે. બીજી તરફ એક પછી એક બેંકોના કૌભાંડો સામે આવી રહ્યા છે.


61 વર્ષીય સુનિલ શેઠ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત ત્રણ તારીખના રોજ તેમણે યસ બેન્કમાં પોતાના ખાતામાં પાંચ લાખ રૂપિયા મેડિકલ ઇમરજન્સી સારવાર માટે જમા કરાવ્યા હતા. ગઈકાલે તેમને જ્યારે ખબર પડી ત્યારે બેંક બંધ થઈ ચૂકી હતી. હાલ તેઓ મેડિકલ ઇમરજન્સી માટે પૈસા ઉપાડવા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની પૌત્રીને હાલ ફીવર છે. તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેના કારણે તેઓ પૈસા ઉપાડવા આવ્યા છે.