અંકિત પોપટ, રાજકોટ : ગોંડલનાં મોવિયા પાસે ગઇકાલે મોડી રાતે કાર પલટી જતાં બે યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે 3 અન્ય યુવકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
2/ 4
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગોંડલના મોવિયા પાસે ગઈકાલે રાતે કાળા રંગની કાર પલટી ગઈ હતી. આ કારમાં 5 યુવકો સવાર હતા. જેમાંથી 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 3 યુવકોને ઈજા પહોંચી છે.
3/ 4
કાર અકસ્માતનો ભોગ બનેલ તમામ યુવકો ગોંડલના રહીશ હોવાની માહિતી સામે આવી છે.
4/ 4
મૃતક અને ઈજાગ્રસ્તોને ગોંડલ અને રાજકોટ નગરપાલિકા એમ્બ્યુલન્સે પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.