સૌરાષ્ટ્ર પંથકમાં આજે અકસ્માતની બે ઘટનાઓ બની છે જેમાં રાજકોટમાં બસની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં બાઇકની અડફેટે લેતા દંપતીનું મોત નીપજ્યું છે. આ બે ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસે આ બંને ગુનાઓમાં વધુ તપાસ હાથધરી છે. (રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર, હરિન માત્રાવાડિયા, રાજકોટ)