રાજકોટના ઉપલેટાના પાસે બસને અકસ્માત નડ્યો હતો. ટાયરમાં પંક્ચર પડતા ચાલકે કાબુ ગુમાવતા બસ રસ્તા પાસે આવેલા ઝાડ સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તીનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે બસમાં સવાર વિદ્યાર્થીઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. (મુનાફ, રાજકોટ)