

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : કોરોનાવાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માત(Accident)ની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માત(Road Accident)ની ઘટનાઓમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ રોજ અકસ્માતમાં કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ કચ્છ હાઈવે (Ahmedabad kutch highway)પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(Bus and car accident)ની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે એકનું સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં ચાર યુવાનોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.


પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તત્કાલીન ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ છે.


અપડેટ માહિતી અનુસાર, ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનીક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા તે સમયે મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસી કાળ બનીને ટકરાઈ અને ચારે યુવાનને બરખી ગઈ છે. પોલીસ અનુસાર, મૃતકોમાં (૧) વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે 30 રહેવાસી સોલડી<br />(૨) રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ ૩૫ રહેવાથી સોલડી (૩) દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ 33 રહે ધ્રાંગધ્રાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે<br />(૪) દલપત ભાઈ મોતીભાઈ જાદવનું રહે.સર્વોદય સોસાયટી, સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.