

હરિન માત્રાવાડિયા, રાજકોટ : સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે આજથી રણજી ટ્રોફી ફાઇનલ મેચની શરૂઆત થઇ ચુકી છે. રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે પ્રથમ વખત રણજી ટ્રોફી ની ફાઇનલ મેચ રમાવવા જઇ રહી છે. મેચ ને લઇ સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં ચોથી વખત સૌરાષ્ટ્ર ની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જોકે આગલી 3 મેચ માં હાર બાદ આજની મેચમાં જીતની પુરી આશા સાથે ટિમ મેદાને ઉતરી છે.


સૌરાષ્ટ્ર ની ટિમ ની જીત ની આશા પ્રબળ એટલા માટે છે કારણ કે આજની ફાઇનલ મેચ માં ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન એવા ચેતેશ્વર પૂજારા નો સમાવેશ થયો છે અને ટિમ પોતાના હોમ ગ્રાઉન્ડ માં ફાઇનલ રમી રહી છે.


બન્ને ટિમ જીત માટે લગાવી રહી છે એડી ચોંટી નું જોર :આજથી શરૂ થયેલ 5 દિવસીય ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર અને બંગાળ બન્ને ટિમ દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.


બંને ટીમોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ટીમમાં ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, શેલ્ડન જેક્શન અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ બંગાળ ની ટીમમાં પણ રિધીમાન શાહ, મનોજ તિવારી સહિતના ખેલાડીઓ આકર્ષણ નું કેન્દ્ર છે. ત્યારે બંને ટિમો નું પલડું ભારે હોવાથી આ મેચ રસપ્રદ માનવામાં આવી રહી છે.


ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટીમમાં ખામી :સૌરાષ્ટ્ર ના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા ની ખામી આજની મેચમાં જરૂર જોવા મળશે. રવિન્દ્ર જાડેજા ભારત ની ટિમ માં સામેલ હોવાથી આજે તેઓ પોતાની ઘરેલુ ટિમ સૌરાષ્ટ્ર માં ફાઇનલ મેચ રમી શકે તેમ નથી પરંતુ તેઓએ ગઈકાલે સોસીયલ મીડિયા મારફત પોતાની ટિમ ને શુભેચ્છા પાઠવી હતી અને કોઈ પણ પ્રેસર વગર ફાઇનલ મેચમાં નોર્મલ ગેમ રમવા આશ્વાસન આપ્યું હતું.


સૌરાષ્ટ્ર ટીમનો 8 વર્ષમાં ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ :સૌરાષ્ટ્ર ની ટિમ છેલ્લા 8 વર્ષમાં આજે ચોથી વખત ફાઇનલ મેચ માં પ્રવેશ કર્યો છે. વર્ષ 2012-13, 2015-16, 2018-19 અને આજે 2019-20 માં ચોથી વખત પ્રવેશ કર્યો છે. જો કે આ અગાઉ ત્રણે મેચમાં હાર મળ્યા બાદ આજે ઘરેલુ પિચમાં જીતની આશા અને વિશ્વાસ સાથે ટિમ મેદાને ઉતરી છે.