રાજકોટમાં મહત્તમ સંખ્યામાં વૃક્ષારોપણ થાય અને શહેરના ગ્રીન કવરનો વ્યાપ ક્રમશ: વધે તે માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસો અંતર્ગત શહેરના તમામ રોડ ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી જનભાગીદારી સાથે શરૂ કરવામાં આવી છે;
2/ 4
આગામી ૧૫ દિવસમાં તમામ ડીવાઈડરમાં વૃક્ષારોપણ પૂર્ણ કરી લેવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું.
3/ 4
બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓના સહયોગ સાથે આગામી ૧૫ દિવસમાં શહેરનાં તમામ ડીવાઈડરોમાં વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવનાર છે.
4/ 4
મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે, શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સહકાર આપશે તો ૨ લાખ વ્રુક્ષો વાવાનો આ લક્ષ્ય એવો મોટો નથી કે તેને સિદ્ધ ના કરી શકાય. વ્રુક્ષારોપણ કર્યા બાદ તેનો ઉછેર કરવો એ પણ બહુ મહત્વનું કાર્ય છે.