અંકિત પોપટ, રાજકોટઃ હોળી (Holi 2021) અને ધૂળેટીના પર્વને લઇ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot CP Manoj Agrawal)ના આદેશ અનુસાર રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજી (SOG) દ્વારા દારૂ-જુગારના કેસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (rajkot crime branch) દ્વારા માસ્કના રો મટીરીયલની આડમાં થતી દારૂની (liquor smuggling) હેરાફેરી ઝડપી પાડી છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ એમ વી રબારીની ટીમના એભલ ભાઈ તેમજ પુષ્પરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મોરબી રોડ બાયપાસ બેડી ચોકડી આગળ ઈરફાન અલી નામની વ્યક્તિ પાસે રહેલ આઈસર વાહનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવેલ છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ ને મળેલ બાતમીના આધારે રેડ કરતા આઇસર વાહનમાંથી 4,41,900 રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ 942400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલ કોરોનાવાયરસના કારણે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે માસ્કના રો મટીરીયલની યાદમા ઇંગ્લિશ દારૂ છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. ત્યારે આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવશે. તેમજ રિમાન્ડ મળ્યા બાદ આરોપી ઇંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો રાજકોટ અથવા તો સૌરાષ્ટ્રમાં જથ્થો કોને આપવાનો હતો તે તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.
રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ વી.જે ચાવડાએ News18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડી સ્ટાફના પીએસઆઇ એમ એમ ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, કોઠારીયા ગામ નજીક ગોવિંદ ગ્રીનસીટી શેરી નંબર 3 શ્યામ સુહાના સાબુ નામની દુકાનની ઉપરના ભાગમાં આઠ જેટલા શકશો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.