

હરિન માત્રાવાડિયા, અંકિત પોપટ, રાજકોટ : આમતો લોકડાઉન બાદ બુટલેગર (Bootleggers) દારૂની(Liquor) હેરાફેરી માટે અલગ અલગ નુસ્ખા અજમાવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં દૂધના ટેન્કરમાં, કારમાં અને અન્ય વાહનોમાં અલગ અલગ રીતે ચોર ખાનું બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવતો હોય છે, અને બાદમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે.


આવા સમયે રાજકોટ (Rajkot) શાપર વેરાવળમાંથી પણ પોલીસે ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં (oil) દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે દારૂ ભરેલા ટ્રકને (Truck caught) ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઓઇલ ના બેરલ રાખવામાં આવ્યા હતા જે પ્રાથમિક દ્રષ્ટિએ ઓઈલ ની હેરાફેરી થતી હોવાનું દેખાતું હોય છે પરંતુ પોલીસે ટ્રક માંથી એક બેરલ ઉતારી તપાસ કરતા પોલીસ પણ ચોંકી (Rajkot Police) ઉઠી હતી.


પહેલાં તો ટ્રક માં જે ઓઇલ બેરલ હતા તે ખાલી હતી જે બાદમાં ઓઇલ બેરલની વધુ તપાસ કરતા બેરલની નીચેના ભાગમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.


હાલ તો પોલીસે શાપર વેરાવળ થી 16 લાખ નો દારૂના જથ્થો સાથે બે શકશ ની ધરપકડ કરી છે. પોલીસે હરિયાણા ના સુરેન્દ્ર ગોરા અને રાજકુમાર બૈરાગી ની ધરપકડ કરી છે. ઉપરાંત 16 લાખની વિદેશી દારૂ, લોખંડના બેરલ, ટ્રક મળીને કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જેની વધુ તપાસ હાથ ધરી છે.