

પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે. અને એવી પણ ઘટનાઓ આવતી હોય છે જે પતિ દ્વારા પત્નીના પ્રેમીની હત્યા કરવામાં આવતી હોય. જોકે, રાજકોટમાં પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરનાર યુવકને પતિએ જાહેરમાં જ રહેંશી નાખ્યો છે. લોકોથી ધમધમતા રોડ ઉપર પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કામગીરી હાથધરી હતી. યુવકની હત્યા કર્યા બાદ પતિ પોલીસ સમક્ષ હાજર થયો હતો. (અંકિત પોપટ, રાજકોટ)


મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં દિનેશ ચાવડા નામનો યુવક રહે છે અને તેની પત્ની રિસામણે ગઇ છે. જોકે જયેશ ચાવડા નામના યુવકે દિનેશની પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરતા દિનેશ ઉશ્કેરાયો હતો.


રાજકોટમાં આવેલા 80 ફૂટ રોડ ઉપર જાહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેનાપગલે જયેશ ચાવડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


આ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ જયેશની હત્યા કર્યા બાદ દિનેશ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપી દિનેશ અને મૃતક જયેશ બંને કારખાનામાં સાથે કામ કરતા હતા.


ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. ત્યારે દિનેશ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.


સુત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાનો લાઇ વીડિયો નજીકના લોકોએ ઉતાર્યો હતો. જે સોશિયલ મીડિયા ઉપર ભારે વારયલ થયો છે. થોરાળા પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી દિનેશની પત્ની સાથે જયેશને લગ્નેતર સબંધો હતા. થોડા દિવસ પૂર્વે દિનેશ કોઇ કામ અર્થે બહારગામ ગયો હતો. જે સમય દરમિયાન મૃતક જયેશ અને આરોપીની પત્ની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાની જાણ ખુદ જયેશે દિનેશને કરી હતી. જે બાબત નો ખાર રાખી દિનેશે જયેશને મોતને ઘાટ ઉતારી દીધો છે.