

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટની (Rajkot) એક યુવતીએ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં (Indian cricket team captain Virat kohli) યુનિક ફોટોગ્રાફ્સનું કલેક્શન કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયામાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 1350 યુનિક ફોટોગ્રાફ્સનું સાત વર્ષ સુધી કલેક્શન કરી સંગ્રહ કર્યો છે.


રાજકોટનાં મવડી વિસ્તારમાં રહેતી હિરલ બરવાડીયા ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની બિગેસ્ટ ફેન છે. સાત વર્ષમાં કોહલીનાં 4 હજારથી વધુ અખબારોનાં કટીંગનો સંગ્રહ કર્યો છે. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયામાં સ્થાન મળ્યું છે. હિરલે 1350 યુનિક ફોટોગ્રાફ્સનું કલેક્શન કરીને આ વિક્રમ સ્થાપ્યો છે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વિરાટ કોહલીની ડાય હાર્ટ ફેન હિરલે જણાવ્યું હતું કે, ધોરણ 8માં અભ્યાસ કરતી હતી ત્યારે વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. ત્યારે તેને આ ફોટો કલેક્શન કરવાનો વિચાર આવ્યો હતો.


બિગેસ્ટ ફેનની કોહલી સુધી પહોંચવાની ચાહત - તો બીજી તરફ હિરલના લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડીયન ક્રિકેટર વિરાટ કોહલીના ન્યુઝ પેપર ફોટોસને વિશ્વ વિક્રમમાં સ્થાન મળ્યું છે. હિરલના આ વિશ્વ વિક્રમ સ્થાપવામાં તેમના માતા પિતાનો પણ એટલો જ ફાળો રહેલો છે. ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં હિરલના માતા પિતાએ જણાવ્યું હતું કે, હિરલનાં ફોટો કલેક્શનનમાં અમે તેને વર્ષ 2013થી સાથ અને સહકાર આપ્યો છે. આગામી દિવસોમાં તેની પુત્રી ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે તેવી આશા પણ વ્યક્ત કરીએ છીએ. તે સાથે જ તેમની દીકરી તેમના પરિવારનું ગૌરવ તેમજ સ્વમાન હોવાનુ પણ જણાવ્યું હતું.


<br />હિરલ બરવાડીયાએ વિરાટ કોહલીને મળવાનું સ્વપ્ન હજું અધુરૂ છે. કિશોરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયા દ્વારા બે સર્ટિફિકેટ અને મેડલ તેમજ ટ્રોફિ પણ એનાયત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિરાટ કોહલીનાં વધુ ન્યુઝ પેપર ફોટોગ્રાફ્સ એકઠા કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું સ્વપ્ન સેવ્યું છે.