અંકિત પોપટ, રાજકોટ: રાજકોટનાં કેસરી હિન્દ પુલ પાસે આવેલા સાર્વજનિક બગીચામાંથી 6 તારીખનાં રોજ એક અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા લાશ કોની છે તે બાબતે તપાસ કરવામાં આવતાં લાશ રાજસ્થાનનાં વ્યક્તિ રગારામ રાવતજી બાવરીની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃત્યુ પામેલાં ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ IPCની કલમ 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
6 માર્ચ 2022ના રોજ સવારમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળ્યાની જાણ થતા તાત્કાલીક અસરથી A ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિ બગીચામાં ક્યારે પ્રવેશ્યો હતો તેની સાથોસાથ કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશ્યા હતા કે કેમ તે બાબત અંગે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસને CCTV ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિએ બગીચામાં પ્રવેશ કર્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિએ પણ પ્રવેશ કર્યો હતો.
આ આખી ઘટના બાદ આરોપી વિષ્ણુનો ગુસ્સો આવી જતા તેણે રગારામ ની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાન મૃત્યુ પામનારની પાછળ આરોપી બગીચાની અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે સૌપ્રથમ આજુબાજુ નજર કરી હતી કે બગીચામાં કોઈ અન્ય વ્યક્તિની હાજરી તો નથી. જે બાબતની જાણ થયા બાદ તેણે મૃત્યુ પામનારની પાછળના ભાગે પથ્થર વડે ગંભીર ઈજા કરી તેની હત્યા નીપજાવી હતી.
પોલીસની પૂછપરછમાં મૃત્યુ પામનાર ભાઈએ જણાવ્યું હતું કે, બનાવનાં 10 દિવસ પૂર્વે મારો ભાઈ ઘરે કોઇને કીધા વગર રાજકોટ આવી પહોંચ્યો હતો. રાજસ્થાનમાં યોગ્ય વેતન ન મળવાથી બની શકે કે તે કામકાજની શોધમાં રાજકોટ આવ્યો હોય. આમ, તદ્દન નજીવી બાબતમાં બાવરી પરિવારે પોતાના આશાસ્પદ પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે.