અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch) દ્વારા મહાનગરપાલિકાની (RMC) મતદાન પ્રક્રિયાની આગલી રાત્રે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘર માંથી આલિશાન બાર ઝડપી પાડવામાં આવ્યું હતું. કૉંગ્રેસના મહિલા કાર્યકર્તા ચાંદની લીંબસિયાના ઘરમાંથી જુદા જુદા બ્રાન્ડની દારૂની બોટલ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. ત્યારે આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના પતિને દારૂ તેમજ બિયરનો જથ્થો આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે.
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરની છ મહાનગર પાલિકા માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ (Rajkot Police) દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકર્તા અને તેના પતિ વિરૂદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસની મહિલા કાર્યકર્તા ચાંદની લિંબાસિયા (Chandni Limbasiya) અને તેમના પતિ પિયૂશ લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી બ્રાન્ડનો મોંઘોદાટ દારૂ (Liquor Caught) ઝડપી પાડ્યો છે.
જે અંતર્ગત આરોપી બીપીનભાઈ દવેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બીપીનભાઈ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ની કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. <br /> આરોપી બીપીનભાઈ દવે છેલ્લા 12 વર્ષથી આરોગ્ય બાબતે દારૂની પરમીટ ધરાવે છે. ત્યારે ભૂતકાળમાં પણ પોતાની આરોગ્ય બાબત ની પરમીટ માંથી કોને કોને દારુ તેમજ બિયર નો જથ્થો પૂરો પાડેલ છે તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.
મામલો શુ છે? ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી એ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાંદની બેન નામની મહિલા ફાયરિંગ કરતી હોય તે પ્રકાર નો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો. જે બાબતની ખરાઇ કરવા માટે રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.