

રાજકોટ: શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલના (Uday Shivanand Covid Hospital fire) ICU વિભાગમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે. આગને પગલે પાંચ કોરોનાની સારવાર લઈ રહેલા પાંચ દર્દીનાં મોત થયા છે. આ ઘટનામાં બાદ મૃતક નીતિન બદાણીના પુત્ર અંકિત ભાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને સાડા ત્રણ વાગ્યે ફોન આવ્યો કે તમારા રિલેટીવનું ડેથ થયું છે. મેં કહ્યું કે તમારી ભૂલ થતી હશે. અહીંયા આવીને જોયું તો નામ હતું તે બોડી બીજા કોઈની હતી. ત્યારબાદ મારા પપ્પાની બોડી બતાવી તેમાં નામ બીજાનું હતું. મારા પપ્પાની આખી ખોપરી ફાટી ગયેલી હતી, મેં તો બેસ્ટ હૉસ્પિટલ આપી હતી આવી ઘટના કેમ થઈ, કોવીડમાં કઈ થયું હોત તો હૉસ્પિટલનો વાંક નહોતો. વીડિયોકૉલમાં પપ્પા સાથે વાત કરી તેમણે કહ્યું સારૂં હતું. (ઇનપૂટ હરિન માત્રાવાડિયા, રાજકોટ)


આ ઘટનામાં સંજય ભાઈ રાઠોડ પણ મૃત્યુ પામ્યા હતા. તેમના બહેન ચોધાર આંસુએ રડચા રડતા જણાવ્યું હતું કે 'માર ભાઈને કઈ નહોતું કોવીડનો રિપોર્ટ આવ્યો એટલે દાખલ કર્યો હતો.ગઈકાલે જ મેં વીડિયો કૉલમાં વાત કરી હતી. મારો ભાઈ બહારનું નહોતો ખાતો એટલે મેં એમને કહ્યું હતું કે ઘરનું ટિફિન છે બપોરે સરખું નહોતો જમ્યો અત્યાર જમી લેજે, રાત્રે ફોન આવ્યો કે આગ લાગી છે આવી જાઓ. એક વાગ્યાના ફરતા હતા 3 વાગ્યે ફોટો બતાવીને કહ્યું કે ગુજરી ગયા છે અમને કરોડોની સહાય આપો તો પણ અમારું માણસ પાછું થોડું આવવાનું છે'


અન્ય મૃતકના સ્વજને જણાવ્યું હતું. વીડિયો કોલમાં વાત કરતા અમે પણ સાધનો જોયો હતા પરંતુ એનો કોઈ ઉપયોગ જ ન આવે તો શું કામનું, હૉસ્પિટલના સ્ટાફને કઈ નથી થયુ તો અમારા રિલેટિવને જ કેમ આવું થયું. આ પણ સવાલો પૂછાવો જોઈએ.


. આગને પગલે પાંચ કોરોનાની સારવાર લઈ રહેલા પાંચ દર્દીનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અહીં કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગને પગલે ICU વિભાગ બળીને ખાખ થઈ ગયો છે. જેના પગલે હવે મૃતકોનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ (Forensic Post Mortem) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આજે સાંજ સુધીમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આગની સાથે સાથે મૃતકોની ફાઇલ અને ડેટા પણ બળીને ખાખ થઈ ગયો છે. અહીં સારવાર લઈ રહેલા રસિકલાગ અગ્રવાલની ફાઇલ બળીને ખાખ થઈ ગઈ છે. જે બાદમાં હૉસ્પિટલના તેમના પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે. આગને પગલે આ લોકોએ જીવ ગુમાવ્યો 1) કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ 2) સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ 3) રામશી મોતી લોહ-જસદણ 4) નિતીન મણીલાલ બદાણી-મોરબી5) રસિક શાંતિલાલ અગ્રાવત-ગોંડલ મૃતકો.


રાજ્યના રાજકોટ શહેરમાં આવેલી ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા 11 દર્દીઓમાનાં 5 દર્દીનાં સળગી જવાના કારણે મોત નીપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં આગની આ સાતમી મોટી ઘટના છે. અત્યારસુધીની આ ઘટનાઓમાં કુલ 13નાં મોત થયા છે. અગાઉ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના બની હતી જેમાં 8 દર્દીનાં મોત નીપજ્યા હતા. આજે ફરી ગુજરાતમાં કોવીડ હૉસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે ત્યારે આગની ઘટનાઓની ટાઇમ લાઇન પ્રસ્તુ છે.