

રાજકોટ : રાજ્યમાં કોરોના વાયરસના (Rajkot coronavirus) સંક્રમણમાં હવે સૌરાષ્ટ્ર ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી (Rajkot coronavirus updates) સારવાર માટે આવતા 21 દર્દીના એક જ રાતમાં મોત થતા ચિંતાનો માહોલ છવાયો છે. દરમિયાન ગઈકાલે જ રાજકોટની ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય વિભાગે ગાંધીનગરથી તબીબોની ટીમ રાજકોટ મોકલી છે. અહેવાલો મુજબ આરોગ્ય અગ્રસસચિવ જયંતિ રવિ પણ રાજકોટની મુલાકાતે છે.


દરમિયાન સરકારના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 5 દિવસમાં 100થી વદુ લોકોનાં મોત થયા હોવાનો ઘટસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે. જોકે, ડેથ ઑડિટ કમિટી આ મોતને કોવિડના કારણે કે કોમોર્બિડીટીના કારણે મોત થયું હોવાનું તારવતી હોવાથી ગાંધીનગરમાં આ મોતનો આંકડો બોલતો નથી તેવી ચર્ચા અખબારી આલમમાં થઈ રહી છે.


દરમિયાન રાજકોટમાં સતત મૃત્યુનો આંક વધતા રાજકોટ સૌરાષ્ટ્રનું 'વુહાન' બનશે? તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરના રાજકોટ રાજકોટ શહેરના વર્તમાન પત્રોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા ઘટસ્ફોટક અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. પ્રતિકાત્મક તસવીર


દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 42 કેસ નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા 21 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. (પ્રતિકાત્મક તસવીર)