અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) પર એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસમાં (University police) ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ. અરવિંદ સિંહ. બી. જાડેજા અને તેમની ટીમ પર ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. એક યુવાને ડીજીપીને તેમજ એસ.સી.એસ.ટી સેલ ગુજરાતને રજિસ્ટર્ડ પોસ્ટ (Registered post) મારફત ફરિયાદ કરી છે.
ફરિયાદમાં યુવકે વ્યક્તિએ જણાવ્યું છે કે, ગત 22મી ડિસેમ્બરના રોજ તેની પ્રોહીબીશન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા, બલભદ્રસિંહ, જયંતિ ગીરી તેમજ હરપાલસિંહ સહિત પાંચ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું.
ફરિયાદીએ ડીજીપીને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, ડી સ્ટાફના રૂમમાં અન્ય ગુનાના આરોપીઓ હતા. તેમની સાથે મને મુખમૈથુન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. મેં પી.એસ.આઇ અરવિંદસિંહ જાડેજા તેમજ તેમના સ્ટાફના લોકોને કહ્યું હતું કે, મને મારવો હોય તેટલો મારી લો પરંતુ આ પ્રકારનું હીન કૃત્ય મારી સાથે ન કરાવો. ત્યારે પી.એસ.આઇ તેમજ તેમની ટીમ દ્વારા મને જાતિ વિરુદ્ધ હડધૂત કરતાં વચનો કહેવામાં આવ્યા હતા.
તેમજ પટ્ટા વડે ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. જે તે સમયે આ બાબતની જાણ મેં સીપી ઓફિસે કરતા પીએસઆઇ અરવિંદસિંહ જાડેજાની યુનિવર્સિટી પોલીસમાંથી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. પરંતુ જોઈતા પ્રમાણમાં અસરકારક પગલાં લેવામાં આજ સુધી નથી આવ્યા. જેના કારણે લીગલ એડવાઈઝર સંજય પંડિત અને તેમની ટીમના માધ્યમથી રાજ્યના પોલીસ વડા તેમજ એસસીએસટી સેલ ગુજરાતને registered post મારફત ફરિયાદ મોકલવામાં આવી છે.
ત્યારે યુવકની ફરિયાદ મામલે ગુજરાત પોલીસ વડાની કચેરી તેમજ એસસીએસટી સેલ ગુજરાત દ્વારા કોને તપાસ સોંપવામાં આવે છે. તેમજ ખરા અર્થમાં ફરિયાદીના આક્ષેપો સાચા ઠરે તો કોઈ પોલીસ કર્મીઓ વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવક એક લિસ્ટેડ બુટલેગર છે. જેની વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ગીર સોમનાથ પોલીસ માં અને ગુનાઓ નોંધવામાં આવ્યા છે.