રાજકોટઃ દિવાળીના તહેવારમાં (Diwali festival) પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ (rajkot city) સહિત સૌરાષ્ટ્રના બુટલેગરો (bootlegger) દારૂની રેલમછેલ કરવા સક્રિય બન્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસ (police) પણ દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી રહી છે. ગઇકાલે શાપર - વેરાવળ પાસે 13.53 લાખના દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર રૂરલ ક્રાઇમ બ્રાંચે (rural crime branch) પકડી પાડી રાજસ્થાનના (Rajasthan) એક શખ્સની ધરપકડ કરી છે.
રાજકોટ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલ.સી.બી. શાખાના સ્ટાફને મળેલ હકિકત આધારે કોટડાસાંગાણી તાલુકાના શાપર વે. ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહન કરી જુનાગઢ તરફ પસાર થનાર કંન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- 3732 જેની કિં.રૂ. 13.53 તથા કન્ટેનર સાથે મળી કુલ રૂ. 28 લાખ થી વધુનો મુદામાલ સાથે હેમારામ રેખારામ જાણીને ઝડપી લીધો હતો.
પકડાયેલ હેમારામએ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યાની અને જૂનાગઢ પહોંચાડવાનો હોવાની કબુલાત આપી હતી. જૂનાગઢ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મંગાવનારને વ્હોટસએપ કોલ કરવાનો હતો પરંતુ શાપર પાસે જ દારૂનો જથ્થો પકડાઇ ગયો હતો. મહત્વનું છે કે કંટેનરમાં દારૂ ભરવા માટે બે અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા હતા જેમાંથી એક નાનકડું ખાવાનું બનાવી નીચેના વિભાગમાં કે ઉપર ના વિભાગમાં અવર જવર કરી શકાતી હતી.