

રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે BMW કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર (BMW car and bike Accident) અકસ્માત સર્જાયો હતો. જેમા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. જેમાં મળતી માહિતી પ્રમાણે, આ BMW કાર ચાલક ડોક્ટર લક્કીરાજ અકવાલિયા છે. હાલ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. જ્યારે મૃતક 45 વર્ષના જયંતિભાઇ રાઠોડ છે. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. (ઇનપુટ : હરિન માત્રાવાડિયા)


પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, BMW કાર ચાલક લક્કીરાજ અકવાલિયા એર ઓર્થોપેડિક ડૉક્ટર છે. લક્કીરાજે કેફી પદાર્થ પીધું હતું. જેના કારણે નશામાં કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે.


મૃતક 45 વર્ષીના જયંતિભાઇ રાઠોડ રૈયા ગામમાં રહેતા હતા. તેઓ કોર્પોરેશનમાં ઢોર પકડતા કર્મચારીની નોકરી કરતા હતા. તેઓ પોતાનું કામ પતાવીને બાઇક પર પોતાના ઘર તરફ જતા હતા.


તે દરમિયાન પૂરપાટ સ્પીડે આવી રહેલી બીએમડબ્લ્યૂ કારે તેમને અ઼઼ડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.