

અંકિત પોપટ, રાજકોટ : ગોંડલના વાસાવડ ગામે નદીમાં કપડા ધોતી યુવતીને લુખ્ખા તત્વો દ્વારા માર મારવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકતા ગ્રામજનોએ વાસાવડ ગામ સ્વયંભુ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે.


ગોંડલ તાલુકાના વાસાવડ ગામે સજજડ બંધ પાળી ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તો સાથેજ શુક્રવાર ના રોજ ગામની યુવતી તેમજ તેના ભાઈને લુખ્ખા તત્વો દ્વારા માર મારવામાં આવતા ગ્રામજનોએ તાત્કાલિક અસરથી લુખ્ખા તત્વો ઝડપાઈ તેવી માંગ કરી રહ્યા છે.


સમગ્ર મામલે ફરિયાદીએ ગોંડલ તાલુકા પોલીસને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શુક્રવારના રોજ પોતે વાસાવડી નદી ખાતે કપડાં ધોઇ રહી હતી. આ સમયે વાસાવડી નદીમાં લાલુ ખાટકી તેની ગાડી ધોતો હતો. ત્યારે બપોરના આશરે સાડા ત્રણ વાગ્યે એક ગાડી પુલ ઉપરથી પસાર થતાં પુલ ઉપર ભરેલ પાણીના ખાડામાં થી મને પાણી ઉડયું હતું.


આ સમયે મેં કારચાલકને કહ્યું હતું કે " આંધળી નો છો ". આ સમયે નદીમાં ગાડી ધોતો લાલુ ખાટકી મારી પાસે આવ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે મારા ભાઈને તે આંધળી નો કેમ કીધું ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે તારા ભાઈને ગાડી ધીમેથી ચલાવવી જોઈએ. બીજા ને પાણી ઉડે નહીં તે પ્રકારે ગાડી ચલાવવી જોઈએ.


ત્યારે વાત વાતમાં લાલુ ખાટકી ઉશ્કેરાઇ જઇ મને ભૂંડી ગાળો દેવા માંડ્યો હતો તો સાથે જ મને ફડાકા પણ માર્યા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા.


તો બીજી તરફ લાલુ ખાટકી નો ભાઈ ખાટકી પણ પોતાની eeco ગાડી લઈને ત્યાં આવેલો હતો. ત્યારે ગાડીમાંથી ઉતરીને તેને પણ મને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો દેવા માંડ્યો હતો. આ સમયમાં મારો ભાઈ સચિન પડતી આવી જતા બન્ને ભાઈઓ ને ગાળો બોલવાની ના પાડી હતી.


ત્યારે સલ્લુ ખાટકી અને લલ્લુ ખાટકી ઉશ્કેરાઈ જતા તેમણે મારા નાના ભાઈ સચિનને ઢીકાપાટુનો મુંઢ માર પણ માર્યો હતો. ત્યારે સ્થળ પર હાજર રહેલા લોકોએ મધ્યસ્થી કરતા લલ્લુ ખાટકી અને ખાટકી ત્યાંથી જતા રહ્યા હતા. તો સાથે જ જતાં જતાં બન્ને ભાઇઓએ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સમુદ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે આઇપીસીની કલમ 323, 504, 506 (2) તેમજ કલમ 114 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ હાલ લાલુ ખાટકી અને સલ્લુ ખાટકી નામના બંને ભાઈઓ ની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.