રાજોકટ જિલ્લાના ગોંડલ તાલુકમાં હૃદય હચમચાવી દેનારી એક ઘટના બની છે. ગોંડલના દેરડી કુંભાજી ગામના આધેડને માતા-પુત્ર સહિત ચાર લોકોએ જીવતો સળગાવ્યાની ઘટના બની છે. ઘટનાના પગલે ગભીર રીતે દાઝેલા આધેડને રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન વિભાગમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે. (અંકિત પોપટ, રાજકોટ)