આગામી દિવસોમાં 31 આવી રહી છે. વર્ષ 2018ના છેલ્લા દિવસની ઉજવણી માટે ઠેરઠેર પાર્ટીઓના આયોજન થઇ રહ્યા છે. ત્યાર આ તકનો લાભ લઇને દારૂના રસિયાઓ પણ દારૂની પાર્ટીઓનું આયોજન કરે એમાં નવાઇ નથી. સામે આવતી થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂની મહેફિલો માટે લઇ જવાતો લાખો રૂપિયાનો દારૂ રાજકોટ પોલીસ ઝડપી પાડ્યો છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પોલીસે મંગળવારે રાત્રે દરોડો પાડી 600થી વધુ દારૂની પેટી ભરેલો રાજસ્થાન પાર્સિંગનો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસને જોતા પાંચ જેટલા બૂટલેગરો નાસી ગયા હતા. (અંકિત પોપટ, રાજકોટ)