

અંકિત પોપટ, રાજકોટ : સૌરાષ્ટ્રમાં દીપડાની વધતી જતી વસ્તીના કારણે હવે તે જંગલો છોડીને રેવન્યૂ વિસ્તારોમાં ભટકતો જોવા મળે તે સામાન્ય બન્યુ છે પરંતુ માનવવસ્તીથી ખીચોખીચ એવા શહેરોમાં દીપડા આવી ચઢતા હવે ચિંતા વધી છે. દરમિયાનમાં આજે ગોંડલ શહેરના ભગવતપરા શાળા નં 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ના અધિકારી દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક પોલીસ તેમજ નગર પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો દેખાતા 1અજાણ્યા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.


આ યુવકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ ખસેડાયો હતો.હાલ ઘટના સ્થળ પર મામલતદાર,સિટી પોલિસ સહિત નો કાફલો પહોંચી ગયો છે.લોકો બીક ના લીધે પોતાના ઘર ની અગાસી પર ચડી ગયા હતા.પોલીસ દ્વારા લોકોના ટોળા ને ખસેડવા માં આવ્યા.


દરમિયાન આ દીપડો મકાન ની અંદર દીપડો છે કે નહીં તે તપાસ કરવા જતા ફોરેસ્ટ અધિકારી અને ફાયરની ટીમ પર અચાનક જ દીપડાએ હુમલો કરતા ફાયરના એક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા. મકાનમાં હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી હાથ ધરાઈ છે.