ન્યૂઝ18 ગુજરાતીઃ જસદણમાં આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારના ભાવી ઈવીએમમાં સીલ થઈ જશે. આ માટે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પણ પરિવાર સાથે સવારે જ મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. તેઓ છકડો રીક્ષા લઈને જ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. તો ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા મતદાન કરવા માટે કાર લઈને આવી પહોંચ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ સવારે મતદાન માટે નીકળા પહેલા પોતાના ઘરે મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. તેમના ઘરે ખૂબ જ સાદગી જોવા મળી હતી. ઘરે તેમના પરિવાર તરફથી હાજર તમામ લોકોને ચા બનાવીને પીવડાવવામાં આવી હતી. આ પ્રસંગે અવસર નાકિયાએ કહ્યુ હતુ કે, "મને વિશ્વાસ છે કે આ કોંગ્રેસની બેઠક હતી અને જળવાઈ રહેશે. તમામ સમાજના લોકો અમને જીતાડશે. અમે 105 ગામ અને જસદણ શહેરમાં પ્રચાર કર્યો છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી અને રહેશે."
માતાજીના દર્શન કર્યા બાદ અવસર નાકિયા પોતાના ઘરેથી છકડો રીક્ષા લઈને જ મતદાન કરવા માટે નીકળ્યા હતા. નોંધનીય છે કે અવસર નાકિયા ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમજ છકડો રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાતન ચલાવે છે. તેઓ જેમની સાથે ચૂંટણી લડી રહ્યા છે તે કુંવરજી બાવળિયાએ જ તેમને રાજકારણના પાઠ શીખવ્યા છે.
જનડા ખાતેથી તેઓ કારમાં સવાર થઈને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જસદણની બેઠક પર મોટી જીત મેળવશે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારી માતા તેમજ મારા કુળદેવીના આશીર્વાદથી હું કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યો છું.<span style="color: #2b2b2b;font-size: 16px"> </span>