અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ (Rajkot news) સહિત સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીના પર્વની (Janmashtami 2021) હર્ષોલ્લાસભેર ઉજવણી (Janmashtami celebration) કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉપલેટા પાસે ઇકો કારનું ટાયર (eco car accident near upleta) ફાટતા ભાવી દંપતીનું મોત (couple died in accident) નીપજ્યું છે. જ્યારે કે, અકસ્માતમાં બે જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પોરબંદર હાઇવે (Rajkot porbanadar highway) પર અવારનવાર અકસ્માતની હારમાળા સર્જાતી હોય છે. ત્યારે વધુ એક વખત રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. પુરપાટ ઝડપે ઇકો કાર ને હંકારવામાં આવતા ઇકો કાર નું ટાયર ફાટી જતા કાર પલટી મારી ઢસડાઇ હતી. ઇકો કારમાં સવાર પાંચ જેટલા લોકો પૈકી જન્માષ્ટમીની મજા માણવા નીકળેલા ભાવી દંપતિ લિખિતાબેન નિમાવત અને અર્જુનભાઈ નિરંજની નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે કે અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતાં સારવાર અર્થે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે વ્યક્તિઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના સામે આવતા સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કાર પોરબંદર હાઇવે તરફ થી ઉપલેટા બાજુ આવી રહી હતી. આ સમયે કોર્ટે કારનું ટાયર ફાટતા કારણે કારણે પલટી મારી હતી અને ત્યારબાદ કાર ઢસડાઈ પણ હતી. કારમાં સવાર એક યુવતી અને યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બંનેની સગાઇ થોડા સમય પૂર્વે થઈ હતી તેમ જ થોડા સમય બાદ બન્નેના લગ્ન પણ થવાના હતા.
આમ, બંને ના લગ્ન યોજાય તે પૂર્વે જ બન્નેએ એક સાથે અંતિમ શ્વાસ લીધા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના એક બાજુ ના પતરા પણ ચિરાઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલાની જાણ 108 તેમજ હાઇવે પેટ્રોલિંગ મેડિકલ સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસને થતાં તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.