ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો છે. 7 દીકરીઓના લગ્ન હોય શહેરના અમુક વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
2/ 12
7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
3/ 12
ગોંડલની મહિલાઓ આ લગ્નના વરઘોડામાં પોતાના ઘરે લગ્ન હોય તેમ ઉત્સાહ બતાવ્યો હતો. મહિલાઓએ રાસ ગરબાની રમઝટ સાથે વરઘોડામાં ભાગ લીધો હતો.
4/ 12
દરેક વરઘોડીયાના એક ખાસ બગીમાં બેસાડીને તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
5/ 12
કેટલાક વર-વધૂ તો બગીમાં સ્ટાઇલીશ ગોગલ્સ પહેરીને નીકળ્યા હતા. માબાપની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે આ લગ્ન તો સ્વપ્ન સમાન હતા.
6/ 12
આ સમારોહમાં કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ ધડૂક,રાજકોટના સાંસદ કુંડારિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
7/ 12
લગ્ન સમારંભમાં ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા. તો રાજકોટના નિલેશ કુંભાણી દરેક દીકરીઓને કરિયાવરમાં 100 વારના પ્લોટ આપ્યા હતા.
8/ 12
જેમના લગ્ન હતા એવા તમામ વરકન્યાઓ વરઘોડમાં મનમૂકીને ઝૂમ્યા હતા.
9/ 12
આ શાહી લગ્નોતસ્વમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યું છે. જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવી હતી. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
10/ 12
ગોંડલ બાલાશ્રમની અનાથ દીકરીઓના દર વર્ષે દાતાઓના સહયોગથી લગ્ન કરાવવામાં આવે છે. અગાઉ બાલાશ્રમની 144 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. આજે 7 દિકરીઓના લગ્ન હોય 151 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે.
11/ 12
વરઘોડામાં ગોંડલના નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા અને ગોંડલના પ્રજાવાત્સલ્ય રાજવીની સંસ્થાને છાજે એવી રીતે પ્રસંગ પાર પાડ્યો હતો.
12/ 12
ગોંડલના આ કાર્યક્રમમાં દીકરીઓને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ આશિર્વાદ આપ્યા હતા.